વાંકાનેર હાઇવે ઉપર એક્ટિવા સહિત નાલા નીચે ખાબકતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે ગત.તા.18ની મોડીરાત્રીએ પોતાનું એક્ટિવા મોટર સાયકલ લઈને જઈ રહેલા ઇરફાનભાઈ યુનુસભાઈ હેરંજા ઉ.40 રે.ભોરણીયા શેરી, પ્રતાપ ચોક વાળા નાલા નીચે પડી જતા મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text