મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ

- text


મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર તથા મંત્રી મયુરભાઈ ગજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આહીર સમાજના ગામોમાં સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક શાળા દીઠ પેપરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને પાણીની આકર્ષક બોટલ, દ્વિતીય ક્રમ મેળાવનારને ફોલ્ડર ફાઈલ અને તૃતીય ક્રમ મેળાવનારને ગણિત વિજ્ઞાનમાં ઉપયોગી ડોમ્સ કંપનીનો કંપાસ બોક્સ આપવામાં આવ્યું હતું.

પ્રવાસના પ્રથમ દિવસે કારોબારી સદસ્ય પ્રદીપભાઈ કુવાડીયા દ્વારા નાગડાવાસ, રામપર, કૃષ્ણ નગર, સોખડા ગામમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી બરાર ગામે સ્થાનિક કારોબારી સદસ્ય હરદેવભાઈ, વિનયભાઈ તથા સુરેશભાઈ ડાંગર તથા મોટા દહીંસરા ગામે મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ તેમજ HTAT આચાર્ય રવિભાઈ ધ્રાંગા દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. બાળકોને નાનપણથી સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો કેળવાય તેમજ મોટીવેશન માટે કર્મચારી મંડળ દ્વારા અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ સમગ્ર ઇનામ વિતરણના દાતા તરીકે પૂર્વ બાંધકામ સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન અમુભાઈ હુંબલ (કેરાળી) હોવાનું મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના સિનિયર અધ્યક્ષ પ્રદિપભાઈ કુવાડિયાની યાદીમાં જણાવાયું હતું.

- text

- text