વાંકાનેર અને માળિયામાંથી બે વરલીભક્ત ઝડપાયા 

- text


વાંકાનેર/મોરબી : વાંકાનેર શહેર અને માળીયા શહેરમાંથી પોલીસે જાહેરમાં વારલી મટકાનો જુગાર રમાડતા બે વરલીભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીશીપરા સરકારી ગોદામની સામેથી આરોપી રાજેશભાઈ ઉર્ફે રાહુલ રવજીભાઈ વોરા, રહે.વાંકાનેર રોયલપાર્ક સોસાયટી પચ્ચીસ વારીયા પાસે નામના યુવાનને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,050 તેમજ વારલી સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જયારે માળીયા પોલીસે માળીયા શહેરના માતમ ચોક નજીક આવેલા ખંઢેર મકાન પાસેથી આરોપી રફીકભાઇ હૈદરભાઇ જેડા રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર વાળને જાહેરમાં વારલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text