ચેતજો ! મોરબીમાં ઉદ્યોગપતિ સાથે ઓનલાઇન છેતરપિંડી

- text


મોરબી સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈએ વસ્તુનો ઓર્ડર ન આપ્યો હોવા છતાં ઘેર રૂપિયા ચમચી અને પ્લાસ્ટિકની પટ્ટીનું પાર્સલ પહોંચ્યું

મોરબી : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,ટ્વીટર જેવા માધ્યમોના ઉપયોગ દરમિયાન ભેજાબાજ આપણી અજાણતા જ આવો ડેટા ચોરી લઈ તમારી સાથે છેતરપિંડી આચરી શકે છે, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સાથે પણ આવી જ ચોંકાવનારી છેતરપિંડી થઇ છે જો કે, છેતરપિંડીની રકમ નાની છે પરંતુ આવા કિસ્સાથી ચેતવા જેવું તો ખરું જ !!

સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ પોતાના ફેસબુક પેઈજ ઉપર પોતાની સાથે થયેલી છેતરપિંડીનો કિસ્સો વર્ણવતા કહ્યું છે કે, કંઇ પણ વસ્તુ ઓનલાઇન મંગાવ્યા વગર ઘેર પાર્સલ આવ્યુ અને રૂપિયા 590 આપીને છોડાવ્યુ ત્યારે અંદરથી વિચિત્ર ચમચી અને એક પ્લાસ્ટિકની પેટ્ટી નિકળી, વધુમાં તેઓ કહે છે કે, કુરીયરવારાનો ફોન આવ્યો તો ઘેર પાર્સલ લેવાનુ કહ્યુ કે પેમેન્ટ કરીને લઇ લેજો. ત્યારે આ રીતે ઓનલાઇન શોપીંગમા આવી ચીટર ગેંગ કાર્યરત થઇ હોવાનો અહેસાસ થયો.

- text

નિલેશભાઈ ઉમેરે છે કે, આ પાર્સલ મા કયાય મોકલનારના નંબર પણ નથી, આ ઘટના સોશ્યલ મીડીયામા મુકવાનો ઉદેશ્ય એ છે કે આવા ચીટર ગેંગથી બીજા લોકો બચે, ખાસ નોંધવા જેવુ એ પણ છે કે આ એડ્રેસ કયાથી મળ્યુ ? આનો મતલબ એ કે અગાઉ ઓનલાઇન ખરીદીમા વપરાયેલ એડ્રેસનો ડેટા પણ ચોરાયો હોવાની શંકા વ્યક્ત કરી આવા લોકો સાથે શુ કરવુ જોઇયે ?? તેવો અભિપ્રાય તેઓએ માંગી જણાવ્યું છે કે, રૂપિયા 590 માટે નહીં પણ પરંતુ બીજા છેતરાય નહી તે માટે પ્રકીયા કરવી છે તેવું અંતમાં તેમને ઉમેર્યું હતું.

- text