ધાયણા રાખજો સૌ સારાવાના થઇ જાશે ! સિટીબસ, સફાઈ મામલે મોરબીને કાંતિલાલની હૈયાધારણા

- text


મોરબી : મોરબી પાલિકા સુપરસીડ થવાની સાથે જ વહીવટદાર શાસન આવ્યું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રજાજોગ વિડીયો સંદેશ જાહેર કરી આગામી બે મહિનામાં મોરબીની સીટી બસ સેવા અને સફાઈ વ્યવસ્થાને સુચારુ બનાવી દેવામાં આવશે તેમ જણાવી ધાયણા રાખજો સૌ સારાવાના થઇ જાશે તેવી મોરબીના લોકોને હૈયાધારણા આપી છે.

મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ મારફતે ચાલતી સીટી બસ સેવા બંધ થયા બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિડીયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની સેવા બંધ કરી હાલમાં મોરબી પાલિકા હસ્તકની બંધ પડેલી ચાર સીટી બસ શરૂ કરવામાં આવી છે અને આવનાર દિવસોમા સરકારમાંથી સીટી બસ ફાળવવામાં આવ્યા બાદ સીટી બસનો વ્યાપ વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

વધુમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ઉમેર્યું હતું કે હાલમાં મહિને 42 લાખ રૂપિયા સફાઈ કોન્ટ્રાકટ પાછળ ખર્ચ થાય છે તે ધીમે ધીમે બંધ કરી કામગીરી પાલિકા હસ્તક લઈ મહિને 10 કે 12 લાખના સફાઈ વ્યવસ્થા થાય તેવું આયોજન કરાયું છે, સાથે જ તાજેતરમાં વીજ બીલના બાકી રહેતા 4 કરોડ જેવી રકમ પણ ભરપાઈ કરી દેવાઈ હોવાનું જણાવી મોરબીની પ્રજાને સુખાકારીમા કઈ કમી નહિ રહે તેમ જણાવી લોકોને ધાયણા રાખવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

- text