માત્ર થોડી જાણકારી કોઈકનો જીવ બચાવી શકે : કારખાના કે શાળામાં ફર્સ્ટ એઇડની તાલીમ આપવા GUJAID ફાઉન્ડેશન સજ્જ

 

કોઇ પણ આપતી સમયે ફર્સ્ટ એડ કારગત નીવડે છે, એટલે દરેક વ્યક્તિએ માનવતાના ધોરણે ફર્સ્ટ એઇડની તાલીમ તો મેળવવી જ જોઈએ : માત્ર એક જ દિવસનો સર્ટિફિકેટ કોર્ષ, આપના એકમ કે સંસ્થામાં કોર્ષ ગોઠવા આજે જ સંપર્ક કરો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્રાથમિક સારવારની માત્ર થોડી જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે. એટલે દરેક વ્યક્તિએ માનવતાના ધોરણે ફર્સ્ટ એઇડનો કોર્ષ જરૂર કરવો જ જોઈએ. એટલે જ GUJAID ફાઉન્ડેશન મોરબીના દરેક કારખાના અને શાળાઓ સહિતની સંસ્થાઓમાં લોકોને ફર્સ્ટ એઇડની તાલીમ આપવા સજ્જ બન્યું છે.

GUJAID ડિઝાસ્ટર એન્ડ ફર્સ્ટ એઈડ ફાઉન્ડેશન એ કારખાનાઓ માટે DISH-Labour and Employment Department – ગુજરાત સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફર્સ્ટ એઇડનો કોર્ષ કરાવે છે. તેમના દ્વારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એઇડ, સીપીઆર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો કારખાના, શાળાઓ, હોટેલ્સ તેમજ સ્પોર્ટ્સ ક્લબને તેઓએ ફર્સ્ટ એઇડની તાલીમ સફળતાપૂર્વક આપી છે.

આ કોર્ષ માત્ર એક જ દિવસનો હોય છે. જે ફેક્ટરી, સ્કૂલ, કોર્પોરેટ ઓફીસ, બેન્કસ, સામાજિક સંસ્થાઓ, કન્સ્ટ્રક્શન સાઇટ, હોટેલ, રેસ્ટોરન્ટ, વોલિયન્ટર ટિમ, સામાજિક ગ્રુપ, ટ્રાવેલ સ્ટાફ, સિનેમા સ્ટાફ, નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ્સ, યુવા મંડળ, સિક્યુરિટી સ્ટાફ, વિઝા એપ્લિકેન્ટ, પર્વતારોહીઓ, સ્વીમ કોચ, સ્પોર્ટ્સ ગ્રુપ માટે ગોઠવી શકાય છે.

અત્યારના સમયમાં કુદરતી આફતો અને માનવસર્જિત આફતોનું પ્રમાણ વધ્યું છે. તેવામાં કોઈ અણબનાવ બને ત્યારે ફર્સ્ટ એઇડની તાલીમ લેનાર લોકો અનેકના જીવ બચાવી શકે છે. ઉદાહરણ તરીકે આપ કોઈ પણ વાહન લઈને રોડ ઉપરથી નીકળો છો. ત્યારે રોડ ઉપર એક્સિડન્ટ જોવા મળે. અથવા તો આપ ક્રિકેટ રમી રહ્યા છો, ત્યારે કોઈ પ્લેયર્સને હાર્ટ પ્રોબ્લેમ ઉભી થાય કે પછી કોઈ પણ સ્થળે હાર્ટને લગતી કે અન્ય ઇમરજન્સી ઉભી થાય અથવા તો કારખાનામાં કોઈ દુર્ઘટના સર્જાય અને કર્મચારીઓ ઘાયલ થાય. તો આવી આકસ્મિક સ્થિતિએ આપ ફર્સ્ટ એઇડની તાલીમ ધરાવતા હોય તો પ્રાથમિક સારવાર આપી તેઓની જિંદગી બચાવી શકો છો. આમ ફર્સ્ટ એઇડની તાલીમ જીવનમાં ખૂબ જરૂરી છે. તો આપની સંસ્થામાં લોકોને આ તાલીમ અપાવવા આજે જ સંપર્ક કરો.

GUJAID ડિઝાસ્ટર એન્ડ ફર્સ્ટ એઈડ ફાઉન્ડેશન
મો.નં. 9426182556
મો.નં. 9427273078
ઇમેઇલ : [email protected]