મોરબીના કેશવનગર, જીવાપર, ચકમપરમાં એસટી બસની મોકણ

- text


મોરબી-ચકમપર રાત્રી રોકાણ બસ શરૂ કરવાની ધારાસભ્યને રજૂઆત

મોરબી : મોરબીના કેશવનગર, જીવાપર, ચકમપરમાં સીધી એક પણ એસટી બસ ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ગામલોકોએ ધારાસભ્ય સમક્ષ મોરબી-ચકમપર રાત્રી રોકાણ બસ શરૂ કરવાની માંગ કરી છે.

મોરબીના ચકમપર સહિતના ગામોના લોકોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લેખિતમાં રજુઆત કરી છે કે, મોરબીના કેશવનગર, જીવાપર, ચકમપર રોડથી અંદરના વિસ્તારમાં આવે છે. આ ગામડાથી તાલુકા મથકે જવા એકપણ એસટી બસની સુવિધા નથી.

- text

વધુમાં અંદરના ભાગમાં આવેલા આ ગામો ઉપરાંત નજીકમાં જ આવેલ શક્તિનગર, રંગપર ગામને પણ લાભ મળી રહે તે માટે કાયમી બસ ચાલુ રહે તેવી રીતે મોરબીથી સાંજે 6 વાગ્યે બસ ઉપાડી રાત્રી રોકાણ ચકમપરમાં કરવા માટે અગાઉ ધારાસભ્યએ ચૂંટણી પહેલા પ્રચારમાં આવ્યા ત્યારે વચન આપેલું તેથી મોરબીથી ચકમપર રાત્રી રોકાણની બસ ચાલુ કરવા માંગ કરી છે.

- text