મોરબીમાં જમીન મકાનમાં તેજી-તેજી

- text


એક વર્ષમાં મોરબી જિલ્લાએ સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટીના રૂ.105.85 કરોડ ઠાલવ્યા

મોરબી : સિરામિક સીટી મોરબીમાં નાણાકીય રેલમછેલને કારણે જમીન મકાનના ધંધામાં તેજીતેજીના માહોલ વચ્ચે વર્ષ 2022 – 23મા ગુજરાત સરકારને સ્ટેમ્પડ્યુટી રૂપે મોરબી જિલ્લામાંથી રૂપિયા 105.85 કરોડથી વધુની આવક થઈ છે, વીતેલા નાણાકીય વર્ષમાં મોરબી જિલ્લાના કુલ મળી 27946 દસ્તાવેજોની નોંધણી થઈ હતી જેમાં એકલા માર્ચ – 2023મા જ 3738 દસ્તાવેજ નવી જંત્રી અમલી બને તે પૂર્વે નોંધાયા હતા.

મોરબી જિલ્લામા વિતેલા નાણાકીય વર્ષમા દસ્તાવેજ નોંધણી અંગે વિગતો આપતા સબ રજીસ્ટાર કચેરીના સુતરો જણાવ્યું હતું કે વર્ષ 2022 – 23મા કુલ 27946 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી જે પેટે સરકારની તિજોરીને સ્ટેમ્પ ડ્યુટી રૂપે 105 કરોડ 85 લાખ, 11હજાર 17 રૂપિયાની આવક થઈ છે. સાથે જ દસ્તાવેજ નોંધણી ફી પેટે સરકારને રૂ.14 કરોડ 74 લાખ 53 હજાર 276 રૂપિયા ની આવક થઈ છે.

- text

ઉલ્લેખનીય છે કે નવી જંત્રી અમલમાં આવનાર હોય નવા નાણાકીય વર્ષની શરઆત પૂર્વે જ મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ માસમાં દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં જાન્યુઆરી માસમાં 1964 દસ્તાવેજ નોંધાતા સ્ટેમ્પ ડ્યુટીની 5.99 કરોડ, ફેબ્રુઆરી માસમાં 1821 દસ્તાવેજ નોંધાતા સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.6.13 કરોડ અને માર્ચ માસમાં 3738 દસ્તાવેજની નોંધણી થતા સરકારની તિજોરીને સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂપે 15.13 કરોડની આવક થવા પામી હતી.

- text