મોરબીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવા તાડામાર તૈયારીઓ

- text


ભગવાન શ્રી રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી

ભવ્ય શોભાયાત્રાનું આયોજન, શહેરમાં કેસરિયા ધજાકા પતાકા અને રોશનીનો શણગાર કરાયો

મોરબી : મોરબીમાં રામ જન્મોત્સવ એટલે રામનવમીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ છવાઈ ગયો છે. જેમાં તા.30 માર્ચના રોજ સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવની નિમિતે શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.

- text

શોભાયાત્રા માટે ખાસ ભગવાન શ્રી રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે. ભગવાન શ્રી રામની સાથે પરમ રામભક્ત અને મહાબલી હનુમાનજીની પણ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. શોભાયાત્રામાં આ મૃતિઓની સાથે સાત આકર્ષક 7 ફ્લોટ પણ રજૂ કરવામાં આવશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ શોભાયાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલેથી પ્રસ્થાન થઈને વીસી ફાટક, ત્રિકોણ બાગ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક રવાપર રોડ, એચડીએફસી બેન્કની ચોકડી, ગાંધીચોક અને નહેરુ ગેઇટ થઈને પુર્ણાહુતી થશે. શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે અને શહેરમાં નહેરુ ગેઇટ ચોક સહિત ઠેરઠેર કેસરિયા ધજાકા પતાકા અને રોશનીનો શણગાર કરાયો છે અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિતે રામજી મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે.

- text