હળવદના દિઘડીયા ગામે 8 એપ્રિલે મેલડી મા અને મહાકાળી માનો પ્રતિષ્ઠા મહોત્સવ અને માંડવો યોજાશે

- text


હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે આગામી તારીખ 8 એપ્રિલના રોજ કાંજીયા પરિવારના આંગણે મેલડી માતાજી અને મહાકાળી માતાજીનો તૃતિય પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગો માંડવો યોજાશે.

મહાકાળી ગ્રુપ દિઘડીયા દ્વારા કાંજીયા પરિવારના મઢ ખાતે 8 એપ્રિલ ને શનિવારના રોજ તૃતિયા પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગા માંડવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સવારે 8-30 કલાકે રથયાત્રા યોજાશે અને રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં કલાકાર જીવરાજ કુંઢીયા રમઝટ બોલાવશે.

- text

- text