પંચાસર રોડ ઉપર રસ્તો ખોદી નંખાતા લોકો મુશ્કેલીમાં મુકાયા

- text


એક બાજુનો રસ્તો બંધ થઈ જવાથી લોકોને અવરજવરમાં પડતી મુશ્કેલી

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર રસ્તો ખોદીને બ્લોક કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ડબલ પટ્ટીના રોડ ઉપર એક સાઈડનો રસ્તો બંધ થઈ જવાથી લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મિલ પાસે ડબલ પટ્ટીના રોડમાંથી એક રોડને ખોદીને બ્લોક કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કોઈ કામ માટે પંચાસર રોડ ઉપર ખાડો કરવામાં આવ્યો છે તેની માટીના બહાર ઢગલા કરવામાં આવ્યા છે ખાડો મોટો હોય અને આસપાસ માટીના ઢગલા કરી દેવતા એક સાઈડનો રોડ અવરજવર માટે બંધ થઈ ગયો છે. જેથી બધો જ ટ્રાફિક બાજુના માર્ગ ઉપર ડાયવર્ટ થઈ ગયો છે. ક્યાં કામ માટે આ રસ્તો ખોદવામાં આવ્યો એની જાણકારી મળી નથી. બીજી તરફ રોડ ખોદીને બ્લોક કરી દેતા બાદ કામ આગળ વધ્યું નથી. રોડની વચ્ચોવચ ખાડો કરી જેમની તેમ હાલતમાં રાખી દેવામાં આવ્યો છે. આથી જે કામ માટે ખાડો કર્યો હોય એ કામ ઝડપથી પૂરું કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.

- text

- text