હળવદમાં 30મીએ રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિનું ભવ્ય આયોજન : રથયાત્રા લક્ષ્મીનારાયણ મંદિરથી શરૂ થઈ ગાયત્રી મંદિરે સમાપન થશે

હળવદ : હળવદમાં સૌપ્રથમવાર ભગવાન શ્રીરામના જન્મોત્સવને વધાવવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ હળવદ દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં દરેક રામ ભક્તોને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.

હળવદમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવે છે. ત્યારે આ વર્ષે હળવદના ધર્મપ્રેમપ્રેમી વેપારી મિત્રો દ્વારા ભગવાન કૃષ્ણની શોભાયાત્રાની જેમ ભગવાન શ્રીરામની પણ શોભાયાત્રા યોજવામાં આવે તે માટે થઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સર્વે વેપારીઓ સહમત થયા હતા.

- text

અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત રામોત્સવ સમિતિની રચના કરવામાં આવી જેમાં મોટાભાગના સભ્યો વેપારી મિત્રો રહ્યા જેથી આવનાર તારીખ ૩૦-૦૩-૨૦૨૩ને ગુરૂવારે સાંજે 3:30 કલાકે હળવદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર થી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જે શહેરના માર્ગો પર ફરી બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સમાપન થશે. જેથી ભગવાન શ્રીરામના જન્મોત્સવને વધાવા હળવદમાં સૌપ્રથમવાર નીકળનાર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું છે.

- text