મોરબીમાં વાયરલ બીમારીનો વાયરો, દર્દીઓથી છલકાતી હોસ્પિટલો

- text


લોકો વાયરલની સાથે કોરોનાની ઝપટે પણ ચઢ્યા, હાલ 94 એક્ટિવ કેસ

મોરબી : મોરબીમાં છેલ્લા એક મહિનાથી વાયરલ બીમારીઓએ ભારે ઉત્પાત મચાવ્યો છે. તેમાં હવે છેલ્લા બે ત્રણ દિવસથી 10 ટકાનો વધારો થયો છે. પહેલા જે 100-100 રોજના કેસ આવતા એમાં હવે દસ ટકા કેસ વધ્યા છે. આથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. એકપણ દવાખાના કે હોસ્પિટલ એવી નહી હોય જ્યાં વાયરલના દર્દીઓ ન હોય !

મોરબીમાં વાયરલ બીમારીઓ એટલી હદે વકરી કે આ બીમારીથી કોઈ ઘર બચી શક્યું નથી. વાયરલ બીમારીઓમાં શરદી, ઉધરસ, ગળું પકડવું, તાવ સહિતની બીમારીઓ લોકોને ઝડપથી ઝપટે લઈ રહી છે. આ વાયરલ બીમારીઓ ચેપી વાયરસની જેમ ફેલાય રહી છે. મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય ખાનગી હોસ્પિટલો સહિત નાના મોટા દરેક દવાખાનામાં દર્દીઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. વાયરલ બીમારીઓ એક મહિનાથી હાહાકાર મચાવી રહી છે. બેવડી ને ક્યારેક ત્રણ ઋતુ ભેગી થવાથી લોકો ઝડપથી બીમારીઓના શિકાર બની રહ્યા છે. દરેક ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. એટલે આરોગ્ય તંત્ર ઉઘતું ઝડપાયું છે. વાયરલ બીમારીઓની સાથે કોરોનાએ પણ ઉપાડો લીધો છે. દરરોજના સરેરાશ 20ની અંદર કેસ નોંધાઈ છે. હાલ કોરોના 94 કેસ એક્ટિવ છે. ત્યારે વાયરલ બીમારીઓના ઝડપથી ફેલાવા વિશે જાણીતા ડો. વિપુલ માલાસણાએ જણાવ્યું હતું કે સામાન્ય બીમારીઓમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. આ વાયરલ બીમારીઓથી ગભરવવાની જરૂર નથી. તાવ, શરદી, ઉધરસમાં સુધારો ન આવતો હોય તો તુરત ડોકટરને બતાવવું અને યોગ્ય નિદાન કરાવીને ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવાથી સાજા થઈ શકાય છે.

- text

- text