રાજકોટથી પસાર થતી ત્રણ ટ્રેનોમાં કાયમી વધારાના ફર્સ્ટ એસી કોચ લાગશે

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 22939/22940 હાપા-બિલાસપુર સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં હાપાથી 01.04.2023 થી અને બિલાસપુર થી 03.04.2023 થી. અને ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસમાં ઓખાથી 05.04.2023 થી અને નાથદ્વારા થી 06.04.2023 થી અને ટ્રેન નંબર 12949/12950 પોરબંદર-સાંતરાગાચી સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં પોરબંદરથી 07.04.2023 થી અને સંત્રાગાચી થી 09.04.2023 થી. વધારાનો ફર્સ્ટ એસી કોચ લાગશે.

- text

1278345107

- text