મોરબી જિલ્લામાં કોરોનાનો ફૂંફાળો : એક જ દિવસમાં 17 કેસ નોંધાયા

 

સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા, મોરબી શહેરમાં 2, માળિયા ગ્રામ્યમાં 3 અને હળવદ ગ્રામ્યમાં 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મંદ પડેલા કોરોનાએ ફરી રફતાર પકડી હોય તેમ એક જ દિવસમાં 17 કેસ નોંધાયા છે. જેને પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 90 જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી 17 જેટલા દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી તાલુકાના 7 ગામોમાં 11 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી શહેરમાં પણ 2 કેસ નોંધાયો છે.

આ ઉપરાંત માળિયા 3 ગામોમાં પણ કુલ 3 કેસ નોંધાયા છે. બીજી તરફ હળવદ ગ્રામ્યમાં પણ એક કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ મોરબી જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો સંખ્યા 20એ પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે નવા કેસોનો આંકડો સીધો ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે.