મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને શુ કરી લીધું ? પરિણીતાને તોફિકે ધમકી આપી

- text


અગાઉ કરેલી ફરિયાદ બાદ પતિના મિત્ર એવા શખ્સે પરિણીતાનો મોબાઈલ નંબર માંગી પતિને પતાવી દેવા ધમકી આપી

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના નજીક રહેતી પરિણીતાને કાલિકા પ્લોટમા રહેતા નામચીન શખ્સ દ્વારા અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી પરિણીતાના ઘેર આવી ફરિયાદ કરી મારુ શુ બગાડી લીધું કહી પતિને જાનથી પતાવી દેવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરામા પ્રજાપત કારખાના નજીક રહેતા રાજેશ્વરીબેન ધર્મેશભાઈ મેર નામના મહિલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાલિકા પ્લોટમા રહેતા આરોપી તોફિક ઉર્ફે તોફ્લો ઇબ્રાહિમભાઈ ચાનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી તોફિકે પોતાના ઘેર આવી મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને શુ કરી લીધું કહી ગાળો બોલી રાજેશ્વરીબેનના પતિ ધર્મેશભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

વધુમાં આરોપી તોફિકે અગાઉ રાજેશ્વરીબેનને રેલવે સ્ટેશન પાસે ઉભા રાખી તારો મોબાઈલ નંબર આપ કહીને પણ હેરાનગતિ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવતા પોલીસે આરોપી તોફિક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text