ગાળ તો બોલાશે જ ! હળવદમાં કંચનબેનનો ગાલ તોડી નાખતા પાડોશીઓ

- text


ગાળો બોલવાની ના પાડતા ત્રણ મહિલા અને પુરુષે માર મારતા ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતા કંચનબેન નામના આધેડ મહિલાના ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ માર મારી ગાલ તોડી નાંખતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતા કંચનબેન સોમાભાઈ રાઠોડના ઘર પાસે બબાભાઈ રામભાઈ બજાણીયા નામનો શખ્સ ગાળો બોલતો હોય કંચનબેને ગાળો બોલવાની ના પાડતા બબો ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો તો બોલાશે જ કહી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.

- text

બાદમાં આરોપી બબો, ધોરીબેન, રૂપાબેન અને નિતાબેને એક સંપ કરી કંચનબેનને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે માર મારતા કંચનબેનને ગાલમાં ચાર ટાંકા લેવા પડયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે કંચનબેનની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- text