પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાનો આજે જન્મ દિવસ

- text


મોરબી : મોરબી – માળીયા બેઠક ઉપરથી બે વખત ચૂંટાઈને ધારાસભ્ય બનેલા અને ગુજરાત સરકારમાં સ્વતંત્ર દરજ્જાના રાજ્યમંત્રી તરીકે પદ શોભાવનાર બ્રિજેશ મેરજાનો આજે જન્મ દિવસ છે.

બ્રિજેશ મેરજાનો જન્મ માળીયા તાલુકાના ચમનપર ગામે તા. ૦૧ – ૦૩ – ૧૯૫૮ ના રોજ જન્મ થયેલો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી માળીયા (મીં) અને મોરબી ખાતે મેળવી પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનો અભ્યાસક્રમ રાજકોટ ખાતે કર્યો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં પી.એ ટુ ચેરમેન અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે તેમજ ગુજરાત સરકારમાં અઢી દાયકાનો ઉચ્ચ અધિકારી તરીકેની તેજસ્વી કારકિર્દી નિર્માણ કરી હતી. તેઓ સ્વભાવે સાલસ, નિખાલસ અને સૌ પરત્વે સમતા દર્શાવતા સંસ્કારી વ્યક્તિ તરીકેની લોક માનસમાં સુદ્રઢ છાપ ધરાવે છે. તેમના ધારાસભ્ય અને મંત્રીકાળ દરમિયાન મોરબી – માળીયા (મીં) ના વિકાસ માટે ચાર માર્ગીય રસ્તા, બંદરો, બ્રિજ, મેડિકલ કોલેજ, એરોડ્રામ, સ્માર્ટ GIDC, સિરામિક પાર્ક સહિત અનેક યોજનાઓ માટેતેઓ રૂ. ૧૪૦૦ કરોડની ધનરાશી મેળવવાની તેમની સિધ્ધી સીમા ચિન્હરૂપ છે.

- text

ગુજરાત સરકારમાં સ્વતંત્ર દરજ્જાના રાજ્યમંત્રી તરીકે પંચાયત, શ્રમ, રોજગાર તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે તેમણે રાજ્યના લોકોની બેનમૂન સેવા કરી આ વિભાગોમાં એક અલગ જ ભાત ઉપસાવી રાજ્યના સફળ મંત્રી તરીકે નામના મેળવેલ. હાલ ભાજપના અગ્રેસર તરીકે એટલી જ જાગૃતિથી કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમણે મંત્રી તરીકે ગુજરાતભરમાં ૮૬૨૬૦ કિલોમીટરનો માર્ગ પ્રવાસ કરી અનેરી સિધ્ધી મેળવેલી છે જે તેમની સખત મહેનત તેમજ લોકો પરત્વેની ભાવનાને ચરિતાર્થ કરી દેખાડે છે. આજે પણ તેઓ મોરબીમાં તેમના જનસંપર્ક કાર્યાલય થકી લોક સેવાની સરવણી વહેતી રાખી રહ્યા છે. બ્રિજેશ મેરજાએ તેમની જાહેર કારકિર્દીમાં નિરાભિમાન, મહેનતકક્ષ, પારદર્શકતા અને સ્વચ્છ જાહેર જીવનની ગરિમાને ઉપસાવી છે. રાજયભરમાંથી ઠેર ઠેરથી તેમના જન્મદિવસની શુભકામનાઓ તેમના પર વરસી રહી છે.

- text