મોરબીમાં બહેનો માટે વિનામૂલ્યે સિવણ ક્લાસનું આયોજન

- text


વિશ્વ મહિલા દિવસે ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેરો પ્રયાસ

મોરબી : મોરબીમાં આગામી તા. ૮ માર્ચને વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવા મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તા. ૮ માર્ચના પારૂલ મહિલા પ્રગતિ મંડળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નં. ૪૬, બ્લોક નં. ૨૫૬, જ્ઞાનપથ સ્કૂલની બાજુમાં, શનાળા રોડ ખાતે બપોરે ૨ થી ૫ કલાકે આર્થિક રીતે પછાત અને વિધવા બહેનો માટે વિનામૂલ્યે સિવણ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. સિવણનો કોર્ષ ૩ મહિનાનો છે અને પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે બહેનોએ આ ક્લાસીસનો લાભ લેવો હોય તેમને નયનાબેન બારા (પ્રેસિડન્ટ) -૮૫૩૦૫૩૧૮૩૦ તેમજ પૂનમબેન હિરાણી (સેક્રેટરી) – ૯૯૭૯૫૭૪૧૪૯ નો સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવાનું રહેશે.

- text

- text