સજનપર શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવ્યો

- text


ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધો. ૪ થી ૮ના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળાના બાળકોએ જુદાં- જુદાં વિષયો પર કૃતિઓ તૈયાર કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળવા SMCના અધ્યક્ષ અને સીઆરસી કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ સાણજા તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની તૈયારી માટે શાળાના વિજ્ઞાન શિક્ષિકા દલસાણિયા ડિમ્પલબેને બાળકોને જુદા – જુદા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text