મોરબી ખાતે મધ્ય ઝોન પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

- text


6થી 59વર્ષ વયજૂથની વિવિધ સ્પર્ધાઓમાં 10 જિલ્લામાંથી આવેલા અંદાજીત 750થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી : મોરબી ખાતે મધ્ય ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલીત મધ્ય ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન ટંકારાના વિરપર ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું જેમાં 750થી વધુ સ્પર્ધકો જોડાયા હતા.

કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં કુલ 7 સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરબા, સર્જનાત્મક કારીગરી, કથ્થક, ઓરગન, વાંસળી, સુગમ સંગીત, ગઝલ શાયરી લેખન જેવી સ્પર્ધાઓ સમાવિષ્ટ હતી. આ સ્પર્ધાઓ ત્રણ અલગ અલગ વયજુથ જેમ કે, 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, તેમજ 21 થી 59 વર્ષમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જુદા જુદા દસ (10) જિલ્લામાંથી આવેલ અંદાજીત 750 થી વધુ કલાકારોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ અને દ્વિતીય ક્રમના સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.

આ કલા મહાકુંભમાં પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્તિયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.

- text

- text