અકસ્માત કે આગ વેળાએ શુ કરવું ?ખાખરાળાના છાત્રોએ મેળવ્યું ડેમોસ્ટ્રેશન

- text


ફાયરના સાધનોનું ડેમોસ્ટ્રેશન અને કોઈપણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી

મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને યુ.એન.મહેતા આર્ટસ કોલેજ એન એસ એસ વિભાગના સહયોગથી આજે પ્રાથમિક શાળા, ગામ – ખાખરાળા, તાલુકો-મોરબી ખાતે એન એસ એસની વાર્ષિક શિબિરમાં આપદા સમયે જીવન સલામતી સંદર્ભનું ડેમોસ્ટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ડેમોસ્ટ્રેશન અને ટ્રેનિંગમાં એન એસ એસ યુનિટ તેમજ શાળાના વિદ્યાર્થીઓ તેમજ દરેક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુદરતી કે કૃત્રિમ આપદા સમયે કેવી રીતે કામગીરી કરવી, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેમજ ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું હતું. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે, ફાયરના સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈપણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી હતી.તેમજ ફાયર વોટર બ્રાઉઝર દ્વારા ફાયર ફાઈટીંગનું ડેમોન્સટ્રેશન કરવામાં આવ્યુ હતુ.

- text

- text