વીજ ધાંધિયા મામલે વીજ કચેરીને ઘેરાવ કરતા ઉદ્યોગકારો

- text


પીપળીયા ચાર રસ્તે ઉધોગકારો અને શ્રમિકોએ મોટી સંખ્યામા ઉમટી વિરોધ પ્રદર્શન સાથે ઉગ્ર દેખાવો કર્યા : પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખીને મામલાને ઉગ્ર બનતા અટકાવ્યો

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા અનેક એકમોમાં સતત વીજ ધાંધિયાથી ભારે નુકશાની થવાથી ઉધોગકારો અને શ્રમિકો વિફર્યા હતા અને ઉધોગકારો તેમજ શ્રમિકોનું મોટી સંખ્યામાં ટોળું વીજ કચેરીએ ઘસી જઈને ઘેરાવ કર્યો હતો. ઉધોગકારો અને શ્રમિકોએ મોટી સંખ્યા વીજ ધાંધિયાથી ઉધોગોમાં ભારે નુકશાનીના બનેરો પ્રદર્શિત કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. જો કે, પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખીને મામલાને ઉગ્ર બનતા અટકાવ્યો હતો.

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોએ થોડા દિવસો પહેલા વિજતંત્રને લેખિત રજુઆત કરી હતી કે, પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ અનેક ઉધોગોમાં નિયમિત વીજ પુરવઠો આપવામાં આવતો નથી. વારંવાર વીજળી ગુલ થયા કરે છે. સતત વીજ ધાંધિયાથી ઉધોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પહોંચે છે અને સતત પાવર ટ્રેપિંગથી ઉધોગોમાં ભારે નુકશાની થાય છે. ઘણા છેલ્લા સમયથી આ સમસ્યા હોય નિયમિત વીજ પુરવઠો આપવાની સતત રજુઆતની ઘરાર અગવગણના કરાતી હોવાથી કંટાળી ગયેલા ઉધોગકારો અને શ્રમિકોએ આજે તા.16ના રોજ વીજ કચેરીને ઘેરાવ કરવાનું એલાન આપ્યું હતું. આથી અગાઉથી જ વીજ કચેરીએ ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન અગાઉ આપેલા એલાન મુજબ આજે ઉધોગકારો અને શ્રમિકો બેનેરો સાથે મોટી સંખ્યામાં વીજ કચેરીએ પહોંચ્યા હતા અને ઘેરાવ કરતા પોલીસે વીજ કચેરીને બંધ કરીને કચેરી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ મામલો વધુ ઉગ્ર બનતા અટક્યો હતો. જો કે ઉધોગકારોએ નિયમિત વીજ પુરવઠો આપવાની ઉગ્ર માંગ કરી હતી

- text

- text