મોરબી પોલીસ જવાનના ડોક્ટર પુત્રનું રેન્જ આઇજીના હસ્તે સન્માન

- text


મોરબી : મોરબીના પોલીસ જવાન દેવાયતભાઈ ડાંગરના પુત્ર ડો. મિલન ડાંગરે MBBSની ડિગ્રી મેળવતા મોરબી પોલીસ પરિવાર દ્વારા રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં ડો. મિલન ડાંગર અને તેના પિતા દેવાયતભાઈ ડાંગરનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરાયું હતું.

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાન દેવાયતભાઈ ડાંગરના પુત્ર ડો. મિલન ડાંગરે MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી છે ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગઈકાલે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઈન્સ્પેક્શન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેન્જ આઇજી અશોક કુમારના હસ્તે પિતા-પુત્રને પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર અને પોલીસ પરિવાર દ્વારા ડો. મિલનને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text

- text