ઝૂલતાપૂલ કેસમાં કોન્ટ્રાકટર પિતા પુત્રની જામીન અરજી રદ 

- text


મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં હાલ જેલ હવાલે રહેલા કોન્ટ્રાકટર પિતા પુત્રએ વકીલ મારફત જામીન અરજી કરતા મોરબી નામદાર કોર્ટે બન્નેની જામીન અરજી ફગાવી દીધી હતી.

મોરબી ઝૂલતાપૂલ કેસ દુર્ઘટનામાં જેલહવાલે રહેલા કોન્ટ્રાકટર પિતા પુત્ર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટમાં જામીન અરજી કરતા નામદાર મોરબી કોર્ટ દ્વારા બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ બન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.

- text

 

- text