વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.ની ૨૨ ફેબ્રુઆરીએ ચૂંટણી

- text


 

સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ પ્રસિધ્ધ કરાયો

મોરબી : વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. વાંકાનેરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.

- text

ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૧૩/૦૨/૨૦૨૩ કરવામાં આવશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૧૩/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદાન તા.૨૨/૦૨/૨૦૨૩ શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે. જેની મતગણતરી તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે તેવું વાંકાનેર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી એ. એચ.સેરશિયાની યાદીમાં જણાવાયું છે.

 

- text