મોરબીઃ શિક્ષકોએ વર્ગખંડમાં ટર્નિંગ પોઈન્ટ ટ્રેનિંગનો વિનિયોગ કર્યો

- text


 

મોરબીઃ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરે અને જાતે કરેલું સમજાઈ જાય એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી, લખધીરનગર, ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા, ભરતનગર, ગોર ખોજડિયા, લીલાપર વગેરે શાળાઓના બે-બે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નિંગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકો દ્વારા આ ટ્રેનિંગનો વિનિયોગ વર્ગખંડમાં આવી રહ્યો છે.

શિક્ષકોને આપવામાં આવેલી આ ટ્રેનિંગમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવ્યા હતા. જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે અને વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે. ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞોએ 20 શિક્ષકોને જુદા જુદા 60 મોડેલ બનાવતા શીખવવામાં આવ્યા હતા. અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવ્યા હતા. આ મટીરીયલમાંથી ઉપરોક્ત તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ અવનવી પ્રવૃત્તિઓ કરાવી લીધેલી તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ પ્રવૃત્તિ કરવામાં રસ પડી રહ્યો છે અને પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવી રહ્યા હોવાનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવાયું છે.

- text

- text