માળીયા પોલીસે ટેન્કરમાંથી એલડીઓ ચોરવાનું કૌભાંડ ઝડપી લીધું

- text


જસાપર ગામની ખરાવાડમાં દરોડો પાડી ટેન્કર સહિત 25,64,600ના મૂળમાલ સાથે એકને ઝડપી લીધો

મોરબી : માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી તાજેતરમાં એલસીબી ટીમે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી લીધા બાદ ગઈકાલે માળીયા પોલીસે જસાપર ગામે દરોડો પાડી ટેન્કરમાંથી એલડીઓ એટલે જે લાઇટ ડીઝલ ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી લઈ એક શખ્સને રૂપિયા 25,64,600ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા તાલુકાના જસાપર ગામે ખરાવાડમા દરોડો પાડી આરોપી સાગર માવજીભાઈ ડાંગર નામના ડ્રાઇવરને જીજે – 12 – બીટી – 8381 નંબરના ટેન્કરમાંથી સિલ તોડી લાઈટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓનો જથ્થો ચોરતા રંગે હાથ ઝડપી લઈ 10 લાખની કિંમતનું ટેન્કર, 15.60 લાખની કિંમતનું ટેન્કરમાં ભરેલ 24 હજાર લીટર એલડીઓ, ટેન્કરમાંથી કાઢેલ 40 લીટર એલડીઓ ભરેલ કેરબા કિંમત રૂપિયા 2600 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 25,64,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

એલડીઓ ચોરી પ્રકરણમાં માળીયા પોલીસે આરોપી સાગર માવજીભાઈ ડાંગર વિરુદ્ધ આઇપીસી કલમ 407 અને 411 મુજબ ગુન્હો દાખલ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ડીઝલ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

- text