આમરણ હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંપન્ન 

- text


મોરબીઃ મોરબીની આમરણ ગામની હાઈસ્કૂલ ખાતે ગઈકાલે તારીખ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આમરણ હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં પત્રકાર સબીરમિયા બાવામિયાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ નૃત્યો અને રાષ્ટ્રગીત રજૂ કર્યા હતા. આ તકે વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે યોગેશભાઈ વાધડીયા, ગામીભાઈ, રમેશભાઈ, મનુભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હાઈસ્કૂલના આચાર્ય, કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્ય હાજર રહ્યા હતા. આ તકે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ગડારા સાહેબનો પત્રકાર સબીર બુખારીએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text