બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓ રાજ્યકક્ષા માટે પસંદ 

- text


શિક્ષણની સાથે બાળકોનીઓ પ્રતિભાને ખીલવતું સાર્થક વિદ્યામંદિર

મોરબી : શિક્ષણની સાથે બાળકોનીઓ પ્રતિભાને ખીલવતા મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓએ મધ્યઝોન પ્રદેશ કક્ષાએ અનેરું પ્રદર્શન કરતા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવી છે.

જિલ્લાયુવા વિકાસ અધિકારી કચેરી મોરબી દ્વારા આયોજિત મધ્યઝોન પ્રદેશ કક્ષા એ બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન મોરબી જિલ્લા કરવામાં આવેલ હતું જેમાં સાર્થકવિધામંદિર ના 4 વિધાર્થીઓ ઝોન કક્ષાએ વિજેતા બનીને રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે. ‘અ’ વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ-5 ની વિધાર્થીની પીપળીયા એંજલ જે.દ્વિતીય ક્રમાંક, બ વિભાગ વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ-7 ની વિધાર્થીની પીપળીયા પલક જે. પ્રથમ ક્રમાંક, બ’ વિભાગ લોકવાદ્ય સંગીત ધોરણ-7 નો વિધાર્થી રાણપરા હરીશ આર. એ પ્રથમ ક્રમાંક અને ખુલ્લો વિભાગ લોકવાર્તા ધોરણ-6 નો વિધાર્થી ગઢવી આદિત્ય ડી.એ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આથી રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ દરેક વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શાળાના સંચાલક કિશોરભાઈએ શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવી છે.

- text

- text