કાનાભાઈના પ્રયાસ ફળ્યા : મોરબી – વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં 80 – 20ની જોગવાઈ મુજબ રોડ રસ્તા બનશે

- text


ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અંતર્ગત સહાય મંજુર

મોરબી : મોરબી અને વાંકાનેર વિસ્તારમાં આવેલ ઉદ્યોગોના પ્રાણપ્રશ્ન સમાન રોડ રસ્તાના પ્રશ્ન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પ્રયાસોથી ઉકેલાયા છે, સરકારે 80 – 20 યોજના અંતર્ગત રોડ રસ્તા બનાવવા માટે સહાય મંજુર કરી છે.

- text

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી અને વાંકાનેર વિસ્તારમાં આવેલ સીરામીક સહિતના ઉદ્યોગો માટેના આંતરિક અને મુખ્ય રસ્તા બનાવવા સંદર્ભે રજુઆત કરતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2020 અંતર્ગત ઉદ્યોગોને જોડતા રસ્તાઓ માટે 80 – 20 યોજના અન્વયે સમાવેશ કર્યો છે. જે અંગેની જાણ ધારાસભ્ય તેમજ ઉદ્યોગ વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text