હળવદ યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે યોજાયો રક્તદાન કેમ્પ

- text


હળવદ : હળવદ મધ્યે આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે મહાન સ્વતંત્ર સેનાની અને તુમ મુઝે ખુન દો… મે તુમ્હે આઝાદી દુંગા…નો નારો આપી દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવામાં જેમનો સિંહ ફાળો રહ્યો હતો તેવા મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સુભાચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂજ્ય દિપકદાસજી મહારાજ , પૂજ્ય પ્રભુચરણદાસજી મહારાજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બીપીનભાઈ દવે , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , બાબુભાઈ હુંબલ સહિત રાજકીય – સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પ માં ૩૫ બ્લડ ની બોટલ એકત્ર થઇ હતી. જે રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે થેલેસિમિયા ગ્રસ્ત બાળકો અને હોસ્પિટલમાં દાખલ લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે નિશુલ્ક ઉપયોગ માં લેવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text