વાંકાનેરના મેસરિયા ગામે વાડીમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ, ત્રણ મહિલા સહિત છ ઝબ્બે

- text


રાજકોટની મધુ અને જૂનાગઢની ગીતા, ભાવના સહિતના જુગારીઓ પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે વાડીમાં જુગાર કલબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા રાજકોટની મધુ અને જૂનાગઢની ગીતા, ભાવના સહિતના કુલ છ જુગારીઓ પકડાઇ ગયા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મેસરિયા ગામની સીમમાં આરોપી ગોપાલ છગન રાઠોડ પોતાની વાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલા આરોપી ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ, રહે.મેસરીયા, રાજુભાઇ કરશનભાઇ ધોરીયા, રહે.સરોડી તા.થાનગઢ, લખમણભાઇ ધીરૂભાઇ કુમખાણીયા, રહે.રામપરા તા.થાનગઢ, મધુબેન દીનેશભાઇ પંચાળા, રહે.સોલવંટ કોઠારીયા,નારાયણનગર,રાજકોટ, ગીતાબેન મેરકુભાઇ ધાંધલ, રહે.દોલતપરા,ટાંકા પાસે,જુનાગઢ અને ભાવનાબેન ઉર્ફે અંજલી માધાભાઇ રાઠોડ, રહે.દોલતપરા,ટાંકા વાળી શેરી, જુનાગઢ નામના જુગારીઓ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 35,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text