વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા વાહન હડફેટે લેતા અમદાવાદના બાઈક ચાલકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈક લઈને જઈ રહેલા અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા હિરેનભાઈ પ્રેમજીભાઈ કંટારિયા નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા પ્રેમજીભાઈ પુંજાભાઈ કંટારિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text