મોરબીના ઘુટુ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને રોકડા રૂપિયા 15,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રમેશભાઈ મોમૈયાભાઈ સાલાણી, ચંદુભાઈ બીજલભાઈ પેથાણી અને ગોવિંદભાઇ પ્રભુભાઈ સાથલીયા નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text