મોરબીના વાવડી રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો, આરોપી ફરાર

- text


હદાણીની વાડી વિસ્તારમાં એલસીબી ટીમે ઈશ્વર ઉર્ફે બાલાના મકાનમાં દરોડો પાડ્યો

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર હદાણીની વાડી વિસ્તારમાં એલસીબી ટીમે ઈશ્વર ઉર્ફે બાલાના મકાનમાં દરોડો પાડી રૂપિયા 18,900ની કિંમતનો વિદેશી દારૂની નાની – મોટી બોટલનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર હદાણીની વાડી વિસ્તારમાં રહેતા ઈશ્વર ઉર્ફે બાલો કરશનભાઇ કણઝારીયા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા ઈશ્વર ઉર્ફે બાલાના મકાનમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 36 બોટલ કિંમત રૂપિયા 13,500, ફિફટી ફિફટી બ્લ્યુ વ્હીસ્કીની 5 બોટલ કિંમત રૂપિયા 1500 અને ગ્લોબસ ગ્રીન વ્હીસ્કીની 180 એમએલના ચપલા નંગ 39 કિંમત રૂપિયા 3900 સહિત કુલ 18,900નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જો કે એલસીબી ટીમના દરોડા દરમિયાન આરોપી ઈશ્વર ઉર્ફે બાલો હાજર નહિ મળી આવતા પોલીસે ઈશ્વર ઉર્ફે બાલાને ફરાર દર્શાવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text