માળીયાના કોબા વાંઢ નજીક દેશી દારૂની ચાલુ ભઠ્ઠીમાંથી આથો – દારૂનો જંગી જથ્થો ઝડપાયો

- text


મોરબી : માળીયા તાલુકા પોલીસે માળિયાથી ફતેપર જવાના રસ્તે આવેલ કોબા વાંઢ વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી દેશી દારૂ અને આથાનો જંગી જથ્થો પકડી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયાથી ફતેપર જવાના રસ્તે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી મુસ્તાક અકબરભાઈ જામની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ 150 લીટર ગરમ આથો, 2000 લીટર ઠંડો આથો, 160 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 7500નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text