કાંતિલાલ અમૃતિયાની સાકર તુલા કરી 40 સંસ્થાઓએ વિશેષ સન્માન કર્યું

- text


 

પરશુરામ ધામ ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના વિશેષ સન્માન સાથે જિલ્લાના ધારાસભ્યોનું પણ કરાયું સન્માન

મોરબી : મોરબીના ધારાસભ્ય પદે અત્યારસુધીની સૌથી મોટી અને ઐતિહાસિક લીડ સાથે વિજેતા થયેલા કાંતિલાલ અમૃતિયાની સાકર તુલા કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કાંતિલાલની સાકર તુલા માટે સાકરનું વજન 84 કિલો થયું હતું. સૌની સાથે સાકરની જેમ ભળી જનારા કાંતિલાલ અમૃતિયાનું ચૂંટણીમાં શાનદાર વિજય બદલ મોરબીની વિવિધ 40 જેટલી સંસ્થાઓ દ્વારા કાનાભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના પરશુરામ ધામ ખાતે રવિવારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની શાનદાર વિજય થવા બદલ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના પરશુરામ ધામના અગ્રણી ભૂપત પંડ્યાની આગેવાનીમાં કાંતિલાલ અમૃતિયાની સાકર તુલા કરવામાં આવી હતી. કાંતિલાલની 84 કિલો સાકરથી તુલા કરાઈ બાદ આ સાકરને પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ 40 જેટલી સંસ્થાઓ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાથે મોરબી જિલ્લાના વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી સહિતના ધારાસભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text