પ્રમુખ સ્વામી મહારાજનગરમાં BAPS આફ્રિકા દિનની ઉજવણી

- text


 

સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકા ખાતેના વિચરણ અને મંદિર નિર્માણ ગાથાની પ્રસ્તુતિ

મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે BAPS આફ્રિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકા ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

BAPSના વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામી તેમજ પૂ. પ્રિયવ્રત સ્વામી,  પૂ. અમૃતસ્વરૂપ સ્વામી, પૂ. પરમકીર્તિ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યો  આપ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે  બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વિશાળ  મંદિરોના સંકલ્પને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સાકાર કર્યો હતો. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ વેળાએ પૂજ્ય મધુ પંડિત દાસજી, પ્રમુખ – ઈસ્કોન બેંગ્લોર, પૂજ્ય બોધિનાથ વેયલનસ્વામી, ગુરુ મહાસન્નિધનમ – કૌઆ અધીનમ, પૂજ્ય સ્વામી યોગસ્વરૂપાનંદજી મહારાજ, પ્રમુખ – ડિવાઈન લાઈફ સોસાયટી, માન. જસ્ટિસ અલ્ફોન્સ ચિગામોય ઓવિની-ડોલો – યુગાન્ડાના મુખ્ય ન્યાયાધીશ, જી. કિશન રેડ્ડી, પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી – ભારત સરકાર, તેજેન્દ્ર ખન્ના, દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, રાહુલ નારવેકર, અધ્યક્ષ – મહારાષ્ટ્ર વિધાનસભા, બાબુલાલ મરાંડી, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, સુધીર મુનગંટીવાર, વન-સાંસ્કૃતિક બાબતોના મંત્રી – મહારાષ્ટ્ર સરકાર, મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના કૃષિ, ઉર્જા અને પ્રોકેમિકલ્સ મંત્રી, જયંત શામજી છેડા, સ્થાપક, અધ્યક્ષ અને એમડી – પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ લિ., રોહિતભાઈ જયરામભાઈ પટેલ, ચેરમેન – રોહિત પલ્પ પેપર એન્ડ મિલ્સ લિમિટેડ,ડૉ. ભુપિન્દર (સોનુ) શર્મા, લેખક, શિક્ષક, બિઝનેસ કાઉન્સેલર અને બિઝનેસ આંત્રપ્રિન્યોર, અસિત મોદી, નીલા ફિલ્મ પ્રોડક્શનના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text