મોરબી જિલ્લાના પત્રકારોના હીતોની રક્ષા માટે પ્રેસ વેલ્ફેર કલબની રચના કરાઈ

- text


જિલ્લાના તમામ પત્રકારો માટે તટસ્થ રીતે કામ કરી શકે તેવી સંસ્થાની સ્થાપના માટે મોરબી પત્રકાર એસોસિયેશનમાંથી 8 મુખ્ય પત્રકારોએ રાજીનામા આપી મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબની રચના કરવામાં આવી : પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને પ્રોત્સાહન આપવામાં આવશે

મોરબી : પત્રકારત્વની લોકશાહીમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. ત્યારે મોરબી જિલ્લામાં નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને પ્રોત્સાહન આપવા અને પત્રકારોના હિતોની રક્ષા કરવાના મુખ્ય હેતુ સાથે મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબની રચના કરવામાં આવી છે. પત્રકારોના સામૂહિક હિત માટે આ કલબ તટસ્થ રીતે કામ કરી શકે તે માટે મોરબી પત્રકાર એસોસિયેશનમાંથી મુખ્ય મીડિયાના 8 પ્રતિનિધિઓ રાજીનામા આપી આ સંસ્થાની રચના કરવામાં આવી છે.

મોરબી જિલ્લાએ ઓદ્યોગિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી છે. આપણા જિલ્લાના વિકાસમાં લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકારત્વની પણ અગત્યની જવાબદારી છે. ત્યારે આજના સમયમાં નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને ટકાવી રાખવા અને પત્રકારોના હિતોની રક્ષા કરવી અત્યંત જરૂરી બની રહી છે. હાલમાં મોરબી જિલ્લામાં પત્રકારોના અનેક સંગઠનો કાર્યરત છે. પરંતુ મોરબી જિલ્લાના તમામ પત્રકારોના હિત માટે નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરી શકે અને જે હકારાત્મક પત્રકારત્વને પ્રોત્સાહન આપી શકે તેવી એક સંસ્થાની જરૂરિયાતને ધ્યાને લઈને હાલમાં કાર્યરત મોરબી પત્રકાર એસોસિયેશનમાંથી મુખ્ય મીડિયાના 8 પ્રતિનિધિઓએ તટસ્થતા પૂર્વક મીડિયા થકી રચનાત્મક કાર્યો થઈ શકે તે માટે રાજીનામા આપી મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબની રચના કરવામાં આવી છે.

- text

પ્રેસ વેલ્ફેર કલબમાં હાલમાં રાજેશ અંબાલીયા (ટીવી9, આજતક, BBC), રવી મોટવાણી (ગુજરાત સમાચાર, ETV, દૂરદર્શન, ન્યુઝ24, મોરબી ન્યુઝ), નિલેશ પટેલ (સંદેશ ન્યુઝ ચેનલ, ઇન્ડિયા ટીવી, ઇન્ડિયા એકઝેટ), દિલીપ બરાસરા (સંદેશ, મોરબી અપડેટ), કિશન પરમાર, મિલન નાનક (ગુજરાત ન્યુઝ, નિર્માણ ન્યુઝ), પાર્થ પટેલ (ABP અસ્મિતા), રવી નિમાવત (ઇન્ડિયા ન્યુઝ, નૂતન સૌરાષ્ટ્ર, મોરબી ન્યુઝ), રવી સાણંદિયા (GS ટીવી, NDTV, ન્યુઝ નેશન), વિપુલ પ્રજાપતિ (સંદેશ, મોરબી અપડેટ), અંકિત પટેલ (ઇન્ડિયા એક્ઝેટ), મેહુલ ભરવાડ (હળવદ તાલુકાના પત્રકાર), હરદેવસિંહ ઝાલા (વાંકાનેર તાલુકાના પત્રકાર), જયેશ ભટ્ટાસણા (ટંકારા તાલુકાના પત્રકાર) સહિતના પત્રકારો કાર્યકર તરીકે કાર્યરત છે. તેમજ આ મીડિયા ગૃપની એક મુખ્ય નિર્ણાયક અને કોર સમિતિની રચના પણ કરવામાં આવી છે. જેમાં વરિષ્ઠ પત્રકારો નિલેશ પટેલ, રાજેશ અંબાલીયા, રવી મોટવાણી, દિલીપ બરાસરા, મિલન નાનકની નિમણુક કરાઈ છે. આ સમિતિ દ્વારા પ્રેસ વેલ્ફેર કલબની કામગીરી અને ભૂમિકા અંગે નિર્ણયો લેવામાં આવશે. તેમજ પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા મોરબી જિલ્લાના પત્રકારોના હિતોની રક્ષા માટેના જરૂરી નિણર્યો અને મોરબી જિલ્લાના પત્રકારના પરિવારની મેડિકલ ઈમરજન્સી સમયે અને પત્રકારોના પ્રશ્નોમાં કાયદાકીય મદદ માટે યોગ્ય અને તટસ્થ ભૂમિકા ભજવશે. તેમજ પ્રેસ વેલ્ફેર ક્લબ મોરબી જિલ્લાના કોઈ પણ માધ્યમના પત્રકારો અને કોઈ પણ મીડિયા એસોસિયેશન સાથે જોડાયેલા સભ્યો માટે પણ તટસ્થતા પૂર્વક મદદ કરશે. તેમજ આ પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા મોરબી જિલ્લામાં તટસ્થ પત્રકારોના હિતોની રક્ષાની સાથે અન્ય સામાજિક, સેવાકીય, ઓદ્યોગિક સંસ્થા અને તંત્ર સાથે મળીને સમાજ લક્ષી હકારાત્મક કાર્યોને પણ વેગ આપવામાં આવશે.

મોરબી જિલ્લાના મીડિયાના વરિષ્ઠ પ્રતિનિધિઓ દ્વારા હકારાત્મક અને તટસ્થ પત્રકારત્વના પ્રોત્સાહન માટે એક મહત્વની મીડિયા વેલ્ફેર સંસ્થાની રચનાને મોરબી જિલ્લાની વિવિધ સંસ્થાઓ પણ આવકારી હતી.

- text