મોરબીમાં આરએસએસ દ્વારા નગર એકત્રીકરણ તથા પંથ સંચાલન યોજાયું

- text


મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગરનું એકત્રીકરણ તથા પંથ સંચાલનનું આયોજન જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા તથા સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વયંસેવકોએ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વગેરેના સુંદર પ્રયોગ કર્યા હતા.

શારીરિક પ્રયોગો બાદ મહિલા કોલેજ, જી.આઇ.ડી.સી, શનાળા રોડ, ડો. ભાડેસયા હોસ્પિટલ થઈને મહિલા કોલેજ રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચાલન ઘોષના તાલ સાથે નીકળ્યું હતું જેને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો. આ પથ સંચાલનમાં અંદાજે 150 સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની હાકલ કરી હતી.

- text

આ ગૌરવ યુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહક મહેશભાઈ બોપલિયા, સહ કાર્યવાહક જસ્મિનભાઈ હિંસુ, મોરબી નગર કાર્યવાહક ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહક દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વગેરેનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 230 સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા.

 

- text