હળવદ પોલીસે એક પીધેલો અને પાંચ પીવડાવવા નીકળેલા સામે ગુનો નોંધ્યો 

- text


સુરવદર, સુંદરગઢ, ચુપણી, હળવદ શહેર સહિતના વિસ્તારોમા પોલીસે પ્યાસીઓ ઉપર ધોસ બોલાવી

હળવદ : થર્ટીફસ્ટની ઉજવણીની ઘેલછામાં દારૂનો નશો કરતા તત્વોને પકડી પાડવા હળવદ પોલીસે એક ખાસ ડ્રાઇવ ચલાવી હતી જેમાં પીધેલા અને દારૂ વેચનાર પર કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી એકને દારૂ પીધેલી હાલતમાં તેમજ પાંચ સામે દેશી દારૂનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ સરા ચોકડી પાસે એકટીવા બાઈક જીજે 13 કેકે 9612નો ચાલક તરુણકુમાર સુખદેવભાઈ માકાસણા રહે વિશ્વાસ હોમ્સ હળવદનો ચાલક પીધેલી હાલતમાં પોલીસની ઝડપે ચડી જતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે,જ્યારે સૂરવદર ગામે આવેલ ઇશ્વરભાઇ ઉર્ફે બાબુભાઈ પ્રભુભાઈ હળવદિયાના રહેણાંક મકાનમાં સાત લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે બીજા બનાવમાં સુંદરગઢ ગામની પાછળ આવેલ ડેમ વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાનો આથો આશરે 2100 લીટર તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમિનિયમ ત્રણ બેડીયા, ગેસના બાટલા ત્રણ તથા ગેસના બર્નર તથા રેગ્યુલેટર મળી કુલ 8100ના મુદ્દામાલ સાથે આરોપી દેવજીભાઈ ઉર્ફે દેવો જીવણભાઈ પાટડીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જોકે એલસીબીની આ રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

- text

જ્યારે ત્રીજા બનાવમાં ચૂંપણી ગામની સીમમાં રહેણાંક મકાન પાછળ હળવદ પોલીસે આરોપી રાજુભાઈ ચતુરભાઈ વાઘેલાને દેશી દારૂના 800 લિટર આથા સાથે ઝડપી લીધો હતો,જ્યારે ચોથા બનાવમાં ચૂંપણી ગામની સીમમાં આરોપી તેજુભાઈ ધીરુભાઈ દેવીપુજક ના રહેણાંક મકાનમાં 60 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે પોલીસની રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો,

જ્યારે પાંચમાં બનાવમાં હળવદ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલ પાસે ચા ની હોટલની આડમાં દારૂનું વેચાણ કરતા કીરીટ સિંહ દિલીપસિંહ ઝાલા રહે હળવદ રૂક્ષ્મણી સોસાયટી ને તેના બાઈક નંબર જીજે 36 એએફ 8462 સાથે 7 લિટર દારૂ ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ દીપક ઢોલના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

- text