મોરબીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મધ્ય ગુજરાતના પ્રવાસનો આનંદ માણ્યો

- text


મોરબી : મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત મોરબી તાલુકાની જીવાપર પ્રાથમિક શાળા, આમરણ નવાપરા પ્રાથમિક શાળા તથા ફડસર પ્રાથમિક શાળા દ્વારા મધ્ય ગુજરાતના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ શાળાઓ દ્વારા તારીખ 28 ડિસેમ્બરના રોજ પ્રવાસનું પ્રસ્થાન થયું હતું અને 29 ડિસેમ્બરે રાત્રે વિદ્યાર્થીઓ પ્રવાસમાંથી પરત ફર્યા હતા. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ પાવાગઢ, વડોદરા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પોઇચા જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં ત્રણ શાળાના 80 વિધાર્થીઓ સાથે શિક્ષકો અને ત્રણેય શાળાના આચાર્ય પણ જોડાયા હતા. પ્રવાસમાં બાળકો આનંદિત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અને અવનવી પૌરાણિક, ધાર્મિક વસ્તુઓ જોઈ ખુશ થયા હતા.

- text

- text