B.Sc. સાયન્સ સેમ-5ના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજની વિધાર્થીનીઓએ મેદાન માર્યું

- text


નવયુગ મહિલા સાયન્સ કોલેજની 5 વિધાર્થીનીઓએ જિલ્લાના પ્રથમ 3 ક્રમે આવી

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીએસસી સાયન્સ સેમ-5ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં મોરબી જિલ્લાનના પાંચ વિધાર્થીઓ ટોપર્સ જાહેર થયા છે. આ નવયુગ મહિલા સાયન્સ કોલેજની પાંચેય વિધાર્થીનીઓએ ઊંચ ગુણાક સાથે મેદાન મારીને મારબીનું ગૌરવ વધાર્યું છે.

- text

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીએસસી સાયન્સ સેમ-5ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થીનીઓમાં પંડ્યા પ્રેક્ષાએ 93.78 ટકા સાથે પ્રથમ, ગજેરા દક્ષીતાએ 93.78 ટકા સાથે પ્રથમ, વડાવીયા રાધિકાએ 92.67 ટકા સાથે બીજો, રૈયાણી પ્રિયાંશીએ 92.67 ટકા સાથે બીજો, આદ્રોજા સુમને 92.44 ટકા સાથે ત્રીજો નંબર મેળવ્યો છે. નવયુગ મહિલા સાયન્સ કોલેજની પાંચેય વિદ્યાર્થીનીઓએ બીએસસી સાયન્સ સેમ-5ના પરિણામમાં ટોપ સ્થાન મેળવી પોતાની કોલેજ અને પરિવાર તેમજ મોરબીનું નામ રોશન કર્યું છે. તે બદલ નવયુગ સંસ્થાના સ્થાપક પી.ડી. કાંજિયાએ આ પાંચેય વિદ્યાર્થીનીઓ અભિનંદન પાઠવ્યા છે.

- text