હાઇવે ઉપર પોલીસના નામે ઉઘરાણા કરતી ત્રિપુટીને ઝડપી લેતી મોરબી એસીબી

- text


દસાડાથી માલવણ ચોકડી વચ્ચે વાહનોને રોકી ખોટી રીતે હેરાન કરી એક ટોળકી નાણા પડાવતી હોવાની ફરિયાદના આધારે મોરબી એસીબી ત્રાટકી, ઉઘરાણા કરતી ટોળકીને રંગેહાથે ઝડપી લીધી

મોરબી : દસાડાથી માલવણ ચોકડી વચ્ચે વાહનોને રોકી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરી એક ટોળકી નાણા પડાવતી હોવાની ફરિયાદના આધારે મોરબી એસીબી ત્રાટકી હતી અને મોરબી એસીબીની ટીમે છટકું ગોઠવી વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરતી ત્રિપુટીને રંગેહાથે ઝડપી લીધી હતી.એસીબીએ આ ત્રણ આરોપીઓને પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર કિંમત રૂ.70000 તથા રોકડા રૂપિયા 20,810 કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એસીબીના ટોલ ફ્રી નંબર-1064થી ફરિયાદ મળેલ કે, દસાડાથી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનોને હેરાન કરી વાહનો પાસેથી રૂ.100 થી રૂ.1000 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવે છે.આ આધારભુત ફરિયાદની ખરાઈ કરવા મોરબી એસીબીના પીઆઇ જે.એમ.આલ સહિતના સ્ટાફે દસાડાથી પાટડી સુધીમા સાવલા ગામ પાસે છટકું ગોઠવ્યું હતું. ત્યારે ડીકોયરનો સહકાર મેળવી ડીકોયર પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન રોકી આરોપી મયુદિન કેશુભાઈ સોલંકીએ પંચની હાજરીમાં રૂ.200ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી ગેરકાયદે વાહનો પાસેથી લાંચ માંગતા આરોપી ઇમરાન અબ્દુલ ઢમઢમા,અવેશ સીકંદરને પકડી લીધેલ છે તથા તેઓની પાસેથી મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા 16000, આગળ પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર જેની કિંમત રૂપિયા 70000 તથા રોકડા રૂપિયા 20,810 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text