મોરબીની દીકરીને જામનગર મૂંગણી ગામના સાસરિયાઓનો ત્રાસ, ફરિયાદ નોંધાઇ

- text


છેલ્લા બે વર્ષથી પિયરમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાના ત્રાસ મામલે મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો

મોરબી : કરિયાવર તેમજ ઘરકામ મામલે સતત બે વર્ષ સુધી પતિ સહિતના સસરિયાઓનો ત્રાસ અને મેણા ટોણા સહન કરનાર મોરબીમા પિયરમાં રહેતી પરિણીતાએ બે વર્ષ સુધી સમાધાનની આશા સેવ્યા બાદ અંતે સિતમ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રેલવે સ્ટેશન નજીક વિશિપરામા પિતાને ત્યાં રહેતા અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરનાર રિમાબા કારણસિંહ જાડેજાએ જામનગર સિક્કાના મૂંગણી ગામે રહેતા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ મૂંગણી ગામના કિરણસિંહ મનુભા જાડેજા સાથે થયા હતા.

લગ્ન બાદ થોડો સમય સુધી સાસરિયાઓએ રિમાબાને સારી રીતે રાખ્યા બાદ કરિયાવર ઓછો લાવ્યો છો તેમ કહી આવર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી ઘરકામ બાબતે મેણા ટોણા મારવાનું શરૂ કરી પતિ કારણસિંહની ચડામણી કરી સસરિયાઓ માર ખવડાવતા હોય તેઓ વર્ષ 2020મા માતાપિતા તેડી જતા ત્યારથી પિતાના ઘેર મોરબી રહે છે.

- text

વધુમાં સામાજિક રીતે સમાધાનની આશાએ તેઓ સાસરિયે જવા માંગતા હોવા છતાં સાસરિયાઓ દ્વારા સમાધાનકારી વલણ નહિ અપનાવતા અંતે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે રિમાબાએ પતિ કરણસિંહ મનુભા જાડેજા, સસરા મનુભા હેમુભા જાડેજા, સાસુ જનકબા મનુભા જાડેજા, દિયર અર્જુનસિંહ મનુભા જાડેજા, રહે-મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જી.જામનગર, નણંદોયા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ, નણંદ મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ, નણંદોયા પ્રકાશસિંહ મનુભા રાઠોડ અને નણંદ શીતલબા પ્રકાશસિંહ રાઠોડ રહે. સુત્રાપાડા બસ સ્ટેન્ડની નજીક નવદુર્ગા મંદિરની બાજુની કોલોની જી.સોમનાથ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), ૩૨૩, 504 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text