મોરબી મા જીવદયા ગ્રુપ દ્વારા સેનાના જવાનોના બાળકોને નિઃશુલ્ક ફૂલસ્કેપ ચોપડા અપાશે

- text


મોરબી : મોરબીના મા જીવદયા ગ્રુપ દ્વારા સેનામાં ફરજ બજાવતા જવાનોના બાળકોને ફૂલસ્કેપ ચોપડા વિનામૂલ્યે વિતરણ કરશે.

મા જીવદયા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સેનામાં ફરજ બજાવતા સૈનિકોના બાળકોને વિનામૂલ્યે લખવા માટેના ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવશે. અત્યાર સુધી 40થી વધુ બાળકોને આ પ્રકારે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. જો આપના ધ્યાનમાં આવા કોઈ બાળકો હોય તો વિનય કરાટે એકેડમી, અવની ચોકડી પાસે મો.નં. 8758235605 અથવા 7600326881 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text