મોરબીમાં પુલ દુર્ઘટનાના શોકમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા થર્ટી ફર્સ્ટના તમામ કાર્યક્રમો રદ

- text


ખ્રિસ્તી સમુદાય દ્વારા માત્ર ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવશે

મોરબી : મોરબીમાં પુલ દુર્ઘટનાને બે મહિના વીતવા છતાં મોરબીવાસીમાં આઘાતની કળ વળી નથી. આથી ઘણા મોરબીવાસીઓ પુલ દુર્ઘટનાના શોકમાં થર્ટી ફર્સ્ટ નહિ મનાવાનું જાહેર કર્યું છે. ત્યારે નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી જેનો તહેવાર છે એ મોરબીમાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા પુલ દુર્ઘટનાના શોકમાં થર્ટી ફર્સ્ટના તમામ કાર્યક્રમો રદ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.

- text

સમગ્ર વિશ્વની જેમ મોરબીમાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલથી ઉજવણી શરૂ થઈ જતી હોય છે. રંગારંગ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી થર્ટી ફર્સ્ટની દરેક વખતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. સેન્ટ મેરી સ્કૂલના ઓડિટોરિયમમાં ભગવાન ઈશું ખ્રિસ્તીની પ્રાર્થના કરવામાં આવશે આ વખતે પુલની દુર્ઘટના બની હોવાથી તેના શોકમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ભવ્ય ઉજવણી રદ કરવામાં આવી છે. શોભાયત્રા સહિતના એકપણ કાર્યક્રમો નહિ યોજાઈ અને માત્ર પ્રાર્થના કરવામાં આવશે.તેવું ખ્રિસ્તી સમુદાયના અગ્રણી બબલુભાઈ ચેનૂરવારે જણાવ્યું હતું.

- text