ચિંતાજનક : મોરબી જિલ્લામાં સાઇબર ક્રાઇમમાં 25 ટકાનો વધારો

- text


વીડિયો કોલમાં નિવસ્ત્ર થઈ બ્લેકમેઇલનો ભોગ બનનારની સંખ્યા વધી

મોરબી : મોબાઈલ ટેકનોલોજીથી સમગ્ર દુનિયા આંગણીના ટેરવે આવી ગઈ છે. પણ અમુક ભેજાબાજો ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ભલાભોળા લોકોને છેતરી રહ્યા છે. ખાસ કરીને લોભામણી કેટલીક સોશ્યલ સાઇટ જેમાં સેક્સ વીડિયો કોલમાં યુવતીઓ કામુક વાતો કરી ન્યૂડ થઈને યુવાનોને સેક્સ હરકત કરવાનું કહી એ વીડિયોના આધારે બ્લેકમેઇલ કરતા હોવાના મોરબીમાં બનાવો વધી રહ્યા છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો ગયા વર્ષની તુલનાએ સાઇબર ક્રાઇમ જેમાં સેક્સ વિડ્યો કોલથી બેલક મેઈલ સહિતના ફ્રોડના બનાવોમાં 25 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 2021માં આવા સાઇબર ક્રાઇમના બનાવોની 75 અરજી આવી હતી. આ વખતે 2022માં વધીને 100 જેટલી અરજીઓ આવી છે.

વર્ષ 2021માં એટીએમ ફ્રોડ સહિતના બનાવો હતા પણ આ વર્ષે સેક્સ વીડિયો કોલથી બેલકમેઇલ, આર્મીના નામથી વસ્તુઓની લે-વેચ, પીજીવીસીએલના નામે બિલ નહિ ભરો તો દંડ થશે, એટીએમ ક્રેડિટ કાર્ડના નામે ઓનાઇન ફ્રોડના બનાવો વધ્યા છે.

એટીએમ ક્રેફિટ કાર્ડ સહિતના બનાવોમાં અમુક બુદ્ધિજીવીઓમાં જાગૃતિ આવી હોય એવી લોભામણી જાહેરાતથી દૂર રહે છે. પણ આ વખતે ઇન્સ્ટન્ટ લોનના નામે ફોડના બનાવો નવા આવ્યા છે. જેમાં ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના નામે ભેજાબજો મેસેજ મોકલી તમે લોન માટે લોભામણી સ્કીમ આપી અને ઉંચા વ્યાજે લોન આપીને બ્લેકમેઇલ કરતા હોવાના બનાવો વધ્યા છે. બીજું નવું આવેલું ઇ-વિહિકલ બુકિંગના નામે ફ્રોડ થાય છે. ઇ-વિહિકલ બુકિંગમાં ડેટા મેળવીને એડવાન્સ બુકિંગ માટે રૂપિયા જમા કરવાનું કહીને નાણાં ખંખેરે છે. આ વર્ષે સૌથી વધુ સેક્સ વીડિયો કોલીગમાં બેલકમેઇલનો લોકો શિકાર બન્યા છે.જ્યારે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના નામે અને ઇ-વિહિકલ બુકિંગના નામે ફ્રોડ થવાના બનાવો બીજા નંબરે છે.જ્યારે વિજતંત્રના નામે ફ્રોડના બનાવ ત્રીજા નંબરે છે.જો કે આટલા બનાવોની અરજીઓ આવતી હોય અને આવડો મોટો જિલ્લો હોવા છતાં મોરબીમાં સાઇબર સેલની બ્રાન્ચ જ નથી. આ સાઇબર કેસોની એલસીબી ટેક્નિશિયનોની મદદથી તપાસ ચલાવે છે. રાજકોટમાં જે પાંચ જિલ્લા માટે સાઇબર સેલ હોય એમાં મોરબીની ફરિયાદ થઈ શકે છે.

- text

હરિયાણા-રાજસ્થાનના વિસ્તારોમાં સેક્સ વીડિયોના સાઇબર એટેક થતા હોવાનું ખુલ્યું

ઇન્સ્ટ્રાગ્રામમાં હેક કરી બોગસ આઇડી બનાવીને નાણાં માંગતા હોય એવા બનાવોની પણ અરજીઓ થઈ છે.જેમાં હોસ્પિટલમાં દાખલ હોવાનું કહી સારવાર માટે પૈસાની જરૂર હોવાનું જાણવી ઓનાઇલન ફ્રોડ આચરે છે. તેમજ નવા ફ્રોડમાં શેર બજાર ટ્રેડિગના નામે પણ ફ્રોડ થાય છે. જેમાં આટલી રકમ ઇન્વેસ્ટ કરો હું વધુ પૈસા કમાવી આપીશ એવા મેસેજ કરી લોકો પાસેથી ઓનલાઈન ટ્રાજેક્શન કરાવે છે.આ જે સેક્સ વીડિયો કોલીગ, આર્મી સહિતના ફ્રોડ થયા છે. તે હરિયાણાના મેવાડ અને રાજસ્થાનના ભરતપુર અને અલવરથી ભેજાબાજો સાઇબર એટેક કરે છે.

એટીએમ, વિજતંત્રના નામે ફ્રોડનું કનેક્શન ઝારખંડ

એટીએમ ફ્રોડ અને વીજ તંત્રના નામે જે ફ્રોડ થાય છે. તે ઝારખંડના જામતારા વિસ્તારમાંથી ઓપરેટ થાય છે. ઝારખંડના જામતારા વિસ્તારમાંથી ભેજાબાજો ટેકનોલોજીનો દુરુપયોગ કરી વિજતંત્રના નામે અને એટીએમ ફ્રોડ આચારે છે. આવા બનાવો મોરબીમાં નોંધાયા છે.

લોરેન્સ બિશનોઈ ગેંગ નામે પણ ફ્રોડ

બહુચર્ચિત લોરેન્સ બિશનોઈ ગેંગ નામે પણ મોરબીમાં ફ્રોડ થયું છે. યુવક યુવતીને હેરાનગતિ કરી હોવાના પેતરા રચી બ્લેકમેઇલ કરે છે.આવી રીતે સાઇબર બુલિંગ હેરેસમેન્ટના ત્રણ બનાવ કેસ અને સાઈબર આર્થિક ફ્રોડના 1 મળીને 5 ફરિયાદ નોંધાઈ છે. લોકો ઘણીવાર શરમ અને આબરૂ જવાની બીકે આગળ આવતા નથી. પણ પોલીસે નામ ગુપ્ત રાખીને લોકોને આગળ આવવાની અપીલ કરી છે. તેમજ કોઈપણ જાતની સોશ્યલ સાઇટમાં ડેટા કે ન્યુડ વીડિયો કોલથી દૂર રહેવાની સલાહ આપી છે.

- text