ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં વવાણીયા કન્યા શાળાની વિદ્યાર્થિની ત્રીજા નંબરે

- text


માળીયા (મી.): નિપુણ ભારત મિશન અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધા ગઈકાલે તારીખ 30 ડિસેમ્બર ને શુક્રવારના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાઈ હતી. જેમાં ઝોન કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં તાલુકાના વવાણીયા કન્યા શાળાની વિદ્યાર્થિનીએ ત્રીજો નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનના 6 જિલ્લાના કુલ 18 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વાર્તા કથન સ્પર્ધામાં વવાણીયા કન્યા શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હીર ભોજાણીએ ત્રીજો ક્રમાંક મેળવીને વવાણીયા કન્યા શાળા તેમજ માળીયા તાલુકા અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. હવે રાજ્ય કક્ષાએ યોજાનારી સ્પર્ધામાં હીર ભોજાણી સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવારે હીરને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text